Tuesday, May 13, 2025

વાંકાનેરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ રકમ સહીત રૂ.96 હજારના મુદામાલની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના જીનપરા રોકડીયા હનુમાન મંદીરની પાછળ આવેલ બંધ રહેણાંક મકાનમા તસ્કરોએ હાથફેરો કરી રોકડ, દાગીના સહિત ૯૬ હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરામાં રોકડીયા હનુમાન મંદીરની પાછળ આવેલા વિજયભાઇ રાઠોડના “શ્રીહરી” નામના મકાનમા રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુબશદ (ઉ.વ.૫૦) મૂળ જી.ધારવાડ રાજય કર્ણાટક વાળાના બંધ મકાનમાં ગત તા. ૮ થી તા. ૯ ના સમયગાળા દરમિયાન છત ઉપર કોઇ અજાણ્યો શખ્સ ચડી ઉપરથી સીડી વાટે બેડરૂમમા પ્રવેશ કરી રૂમમા રહેલ કબાટ લોક માર્યા વગરના હોય તે કબાટના ખાનામા રહેલ રોકડા રૂ.૧૫૦૦૦/-તથા સોનાનો ચેઇન કિ.રૂ.૪૭૦૦૦/- તથા સોનાની પહોચી (બ્રેસલેટ) કિ.રૂ.૩૪૦૦૦/- મળી કુલ રૂ.૯૬૦૦૦/-ચોરી કરી લઇ ગયા અંગેની વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદન નોંધાતા વાંકનેર સીટી પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,503,265

TRENDING NOW