વાંકાનેરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવતીનું મોત
મોરબી: વાંકાનેરમાં શાંતિનગર મીલપ્લોટમા ઘરે પાણીની મોટરમા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવતીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં શાંતિનગર મીલપ્લોટમા રહેતા કોમલબેન સંજયભાઇ રંગપરા (ઉ.વ.૨૨) ને ગત તા ૩૦-૦૯-૨૦૨૨ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે પાણીની મોટરમા શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનારા મહીલાનો લગ્નગાળો ૪ વર્ષનો છે જ્યારે સંતાનમાં એક ૩ વર્ષની દીકરી અને નવ માસનો બાબો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.