વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે ટ્રેન નીચે કપાઈ જતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર નજીક અમરસર રેલ્વે ટ્રેક ઉપર સૌરાષ્ટ્ર જનતા ટ્રેઇનની નીચે જીતેન્દ્રસિંહ કેશુભાઈ સોલંકી (રહે વાંકાનેર આરોગ્યનગર નં-૯) નામનો યુવાન કપાઇ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની વાંકાનેર રેલ્વે સ્ટેશન માસ્તર પ્રણવ કુમારે વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે જાણવા તપાસ હાથ ધરી છે.