વાંકાનેર તાલુકાના મહિકા થી હોલમઢ ગામ તરફના જવાના રસ્તા ઉપર બનેલ હત્યાના બનાવના આરોપીઓને ગણતરીની કલાકોમાં મોરબી એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ ફરિયાદી અંકુરભાઇ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ગોહીલ જાતે આહીર (રહે.રાજકોટ)વાળાના ભાઇ રાહુલભાઇ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ગોહીલ તથા તેના મિત્ર નીતીનભાઇ માધવજીભાઇ ડાભી (રહે.બંન્ને રાજકોટ) વાળાઓ ડમ્પર લઇને હોલમઢ તરફથી મહિકા ગામ તરફ જતા હતા. તે વખતે આરોપી એજાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયક (રહે.ફારૂકી મસ્જીદ પાછળ, રાજકોટ), સોહીલ નુરમામદભાઇ કાબરા, નીજામ નુરમહમદ હોથી રહે.બન્ને રામનાથપરા, રાજકોટ) તથા અજાણ્યા ત્રણ માણસોએ ઇનોવા કાર તથા એકટીવા મોટર સાયકલમાં આવી ડમ્પર ઉભુ રખાવી આરોપીઓએ છરી તથા લોંખડના પાઇપ વતી હુમલો કરી ફરીયાદીના ભાઇ રાહુલભાઇ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ગોહીલ (રહે.રણુજા મંદીરની) વાળાને ગંભીર ઇજા પહોંચાડતી મોત નિપજાવ્યું હતું. તથા નીતીનભાઇ માધવજીભાઇ ડાભીને નાની મોટી ઇજા કરી નાશી ગયેલ હતા.
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઇ એ બનાવ સ્થળની વિઝિટ કરી બનેલ હત્યાના બનાવને ગંભીરતા સમજી તાત્કાલીક આરોપીઓ પકડી પાડવા મોરબી એલસીબી પો.ઈન્સ.વી.બી.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ. એન.બી.ડાભી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ.આર.પી.જાડેજાને સુચના કરી તેમજ આ બનાવ જુની અદાવતના કારણે બનેલ હોય સને-૨૦૧૯ માં બનેલ બનાવની માહિતી મેળવી આ હત્યના ગુનામાં સંડોવાયેલ આરોપીઓના પુરા નામ, સરનામાં મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી એલસીબી.મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી રાજકોટ મુકામે તપાસ કરતા આ હત્યામાં સંડોવાયેલ એઝાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયક, સોહીલ નુરમારદભાઇ કાબરા, નિજામુદીન નુરમામદ હોથી, જુમાશા નુરશા શાહમદાર, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈ આરોપીઓનો કોવીડ-૧૯ નો રીપોર્ટ કરાવવા તજવીજ કરેલ છે.
રાજકોટ આર.ટી.ઓ. કચેરીમાં બનેલ જેમાં આ કામેના ફરી.ના કાકા અમરીશભાઇને આરોપી નં.(૧) એજાજ તથા તેના ભાઇ સાહેલ સાથે ટ્રકમાં રેડીયમ પટ્ટી લગાડવા અને ટ્રક પાસીંગ કરવા બાબતે જગડો થયેલ તેમાં સાહીલનું ખુન થયેલ હતુ તે ખુન કેશમાં આ કામના મરણ જનાર રાહુલભાઇ તથા ઇજા પામનાર નીતીનભાઇ ડાભીને અટક કરવામાં આવેલ હતા. અને જેલમાંથી જામીન મુક્ત થયેલ હતા.જે ખુનના બનાવનો રોષ રાખી આરોપીઓએ આ ગુન્હાને અંજામ આપેલ છે.