વાંકાનેરના સામાજિક અગ્રણી દિનેશભાઈ અબાસાણીયાનો આજે જન્મદિવસ
વાંકાનેરના સામજિક અગ્રણી દિનેશભાઈ અબાસાણીયાનો આજે જન્મદિવસ છે. ૧૮ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ જન્મેલ દિનેશભાઈએ આજના દિવસે પોતાના જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી આજે ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે
તેઓ વાંકાનેર તાલુકાના ધમલપર ગામના વતની અને સામાજિક અગ્રણી તેમજ કોળી સમાજના અગ્રણી છે સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા અને સ્વભાવે શાંત અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા હોવાથી દરેક સમાજમાં દૂધમાં સાંકળ ભળે તેમ ભળી જાય છે. હોસ્પિટલ હોય કે સરકારી કચેરીમાં ગરીબ લોકોના કામ માટે હંમેશા તત્પર રહે છે ત્યારે સામાજિક અગ્રણી તરીકેની આગવી ઓળખાણ ધરાવતા હોવાથી તેઓ બહોળું એવું મિત્ર વર્તુળ ધરાવે છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સોશિયલ એકાઉન્ટ તેમજ મો.નં ૯૯૧૩૪૩૮૬૦૫ ઉપર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે
