Tuesday, March 10, 2026

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર બોલેરા ચાલકે બાઇકને હડફેટે લીધું: એકનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ગ્રેનીસેર સીરામીક સામે બોલેરાના ચાલકે મોટર સાયકલને હડફેટે લીધું હતું. જેથી બાઇક ચાલક પાછળ બેઠેલા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બોલેરા ચાલક વિરૂધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે મૃતકના બનેવીએ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હાલ યમુના નગર શેરી નં.5 નવલખી રોડ મોરબી રહેતા અને મુળ ખેતપલીયાના (એમ.પી)ના માંગીલાલ મન્નાલાલ ગાયરીએ આરોપી બોલેરો નં GJ-36-T-8399 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 17ના રોજ સાંજના સવા સાત વાગ્યાના અરસામાં સરતાનપર રોડ પર ગ્રેનીસેર સીરામીક સામે આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો ટાંકો નં.GJ-36-T-8399ની પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સાહેદ મહેશ શર્માના બાઈકનં GJ-36-Q-3061 ને સામેથી હડફેટે લેતા મહેશ શર્માના માથાના ભાગે હેમરેજ તેમજ જમણા હાથે તથા મોઢાના ભાગે ફેકચર તેમજ શરીરે સામાન્ય ઇજાઓ તથા બાઈકમાં પાછળ બેઠેલ ફરીયાદીના સાળા પ્રમોદસીંઘના માથાના ભાગે બોલેરોનુ વ્હીલ ફરી જતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે બોલેરા ચાલક વિરૂધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,268

TRENDING NOW