Monday, March 9, 2026

વાંકાનેરના વિરપર ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : આરોપીએ મુઠ્ઠીઓ વાળી !

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં પડતર ખાણમાં ધમધમતી દેશી દારૂ ભઠ્ઠી ઉપર વાંકાનેર તાલુકા દરોડા પાડીને દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે કર્યા હતા જોકે આ દરોડા દરમિયાન આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે આવેલ એડોરેશન કારખાનાની સામેની પડતર ખાણમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી ગેસનો ચૂલો, બાટલો, ઠંડો- ગરમ આથો, દેશી દારૂ સહિત કુલ રૂ. 3200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જો કે દરોડા દરમિયાન આરોપી સાગર રમેશભાઇ ડાંગરેચા (રહે. વીરપર તા. વાંકાનેર) મળી આવ્યો ન હતો જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,180

TRENDING NOW