વાંકાનેરના વાંકીયા-૩ ગામે પાણીના ટાંકામાં પડી ડુબી જતાં માસુમ બાળકીનુ મોત
વાંકાનેર: વાંકાનેરના વાંકિયા -૩ ગામે હુસેનભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીએ પાણીના ટાંકામાં પડી ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના વાંકીયા -૩ ગામે હુશનેભાઈ મીમનજીભાઈ શેરસીયાની વાડીએ રહેતા પ્રવિણાબેન ભલુભાઈ કલારીયા ઉ.વ.૪ વાળી ગત તા.૦૮-૦૯-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે હુશનેભાઈ મીમનજીભાઈ શેરસીયાની વાડીએ પાણીના ટાંકામાં પડી ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.