વાંકાનેરના વણઝારા ગામે ગળેફાંસો ખાઈ લેતા પરિણીતાનું મોત.
વાંકાનેર તાલુકાના વણઝારા ગામે ત્રીસ વર્ષીય પરિણિતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વણઝારા ગામે રહેતા નીતાબેન ચોથાભાઈ વાઢેર ઉ.30 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





