વાંકાનેરના વઘાસિયા ગામની સીમમાં આવેલ પ્લુટો સિરામિકના કારખાનાની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા મોરબી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સહિત 6 પત્તાપ્રેમીને વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો પાડીને ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પીઆઇ એચ.એન. રાઠોડ પીએસઆઇ બી.ડી. જાડેજા, ડિ સ્ટાફ સહિત વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગત રાત્રીનાં વઘાસીયા ગામની સીમમાં સીરામીક ફેકટરીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે વઘાસીયા ગામની સીમમાં આવેલ પ્લુટો સિરામિકના કારખાનામાં ચાલતા જુગારધામ પર દોરડો પાડી જુગાર રમતા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા (રહે. રવાપર રોડ મોરબી), જયદીપભાઇ મનજીભાઈ કાલરીયા (રહે. મહેન્દ્રનગર મોરબી), રાજેશભાઈ કરસનભાઈ આદ્રોજા (રહે. રવાપર રોડ મોરબી), ઉમેશભાઈ ચંદુભાઈ જાકાસણીયા (રહે. પટેલ રેસીડેન્સી મોરબી), રાજેશભાઈ પ્રાગજીભાઈ કાસુન્દ્રા (રહે. રવાપર રોડ મોરબી) અને વિપુલભાઈ જગદીશભાઈ કોરિયા (રહે. અવની ચોકડી મોરબી)ને રોકડ રકમ રૂ.3,50,000 અને મોબાઈલ મળી કુલ રૂ.3,63,000 ના મુદામાલ સાથે ઝડપી લીધા છે. વાંકાનેર સીટી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.





