વાંકાનેર તાલુકાનાં લુણસર ગામે આગાઉ દસેરાના દિવસે પ્રસંગમાં થયેલ બોલાચાલી જેવી નજીવી બાબતનો ખાર રાખી એક મહિલા સહિત ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા ભરતભાઈ જીવાભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસમાં લુણસરના અશ્વિન કાંતીભાઈ ચાવડા, કાંતીભાઈ લક્ષ્મણભઈ ચાવડા, ચંદ્રીકાબેન અશ્વીનભાઈ ચાવડા તેમજ મોરબીના કુણાલ મુકેશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 16/10 ના રોજ લુણસર ગામમાં દશેરાના દીવસે તેમનું કુટુંબ ભેગું થયેલ હોય તે વખતે તાવાના ચુલા ખસેડવા બાબતે ફરિયાદીને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી યુવાનને લાકડી તથા પાઈપ વડે માર-મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમની વીવિધ કલમો તથા જી.પી.એકટ મુજબ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.