વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં પાચીયાનીધાર તરીકે ઓળખાતી સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૭ પતાપ્રેમીઓનેં વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકાના રાતી દેવળી ગામે પાચીયાનીધાર તરીકે ઓળખાતી સીમમાંથી તીનપત્તીનો જુગાર રમતા આરોપી મેહબુબ આમદભાઇ શેરસીયા (રહે.રાજાવડલા, તા.વાંકાનેર),ફીરોજ મહમદ શેરસીયા (રહે.રાજાવડલા, તા.વાંકાનેર), નાથાભાઇ વાલજીભાઇ મદ્રેસાણીયા (રહે રાતિદેવળી, તા.વાંકાનેર), રફીક આહમદ વકાલીયા (રહે.તીથવા, તા.વાંકાનેર), ભાવેશભાઇ લાલજીભાઇ ઉર્ફે મનસુખભાઇ કોરડીયા (રહે.રાતિદેવળી, તા.વાંકાનેર), ભુપતભાઇ વીભાભાઇ ભરવાડ (રહે.રાતિદેવળી, તા.વાંકાનેર), કીશોરભાઇ હંમતભાઇ વોરા (રહે.રાતિદેવળી) નેં પોલીસે રેઇડ કરી રોકડ રકમ રૂ.૧,૦૪૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





