વાંકાનેરના રાણેકપર અને પલાસ ગામમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
વાંકાનેર તાલુકાના રાણેકપર અને પલાસ ગામમાં હેલ્પેજ ઇન્ડિયા દ્વારા આયોજિત અને ઇક્કો એમસી ના સહયોગથી રવિવારે તા.26ના રોજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
હેલ્પેજ ઇન્ડિયા ટીમ દ્વરા વાંકાનેરના રાણેકપર અને પલાસ ગામે ઇક્કો એમસી ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર સેવા આપશે.
પલાસ ગામે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ કલાકે પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે .અને રાણેકપર ગામે બપોરે ૨:૩૦ થી ૫:૩૦ સુધી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તો વાંકાનેરની જનતા ને બહોળી સંખ્યામાં લાભ લેવા સંસ્થા દવરા તેમજ પલાસ ગામ ના સરપંચ હેમંતભાઈ,રાણેકપર ગામે હુસેનભાઈ શેરસીયા અનુરોધ કરવામાં આવીયો છે.