Tuesday, March 10, 2026

વાંકાનેરના મેસરિયા નજીકથી રીક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 3 શખ્સો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર મેસરિયા ચેક પોસ્ટ પર વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.જી.પનારા અને એસઓ જી.પી.આઈ જે એમ આલની ટીમ કાર્યરત હોય દરમિયાન CNG રીક્ષા નં.GJ36-U-6417 શંકાસ્પદ જણાતા તેને રોકી તલાસી લેતા તેમાંથી ૪ કિલો ગાંજા રૂ.૪૦,૦૦૦ મળી આવ્યો હતો.

પોલીસે રીક્ષા ચાલક જાદવ ઉફે ભીમાભાઇ રામાભાઈ મુંધવા (રહે-વાંકાનેર અમરનાથ સોસાયટી), રાજુ રતનભાઈ શર્મા (રહે-હાલ લાલપર અને મૂળ એમપી) અને બળદેવ વિરમભાઇ ગમારા (રહે-વાંકાનેર આરોગ્યનગર)ની ઝડપી પાડીને પાસેથી ગાંજાનો જાથ્થો ૪ કિલો (કીમત રૂ.૪૦,૦૦૦), સીએનજી રીક્ષા (કીમત રૂ.૬૦,૦૦૦), રેક્જીનનો થેલો અને ૨ મોબાઈલ (કીમત રૂ.૬૦૦૦) અને રોકડા ૧૨,૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૧૮,૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW