એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા રાજકોટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી અને વાંકાનેર તાલુકાના મહિકા ગામ ના બહેનો સોફ્ટ ટોયઝ મેકર, ટેડી બિયર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ૩૦ બહેનોએ લાભ લીધો હતો. આ તાલીમ પછી મહિકાના બહેનોને તેમની આજીવિકા માટે ટેડી બિયર બનાવી પોતાનો રોજીરોટી કમાઈ શકે તે માટે આ તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ પ્રસંગે એસબીઆઇ આરસેટીના ડાયરેક્ટર આર.એસ.રાઠોડ DRDA મોરબીના ડાયરેક્ટર તથા DLM હિમાંશુ દલસાણીયા, વાંકાનેર તાલુકાના TLM-નિતાબેન મણવર બધાના માર્ગદર્શન નીચે આર.સેટીના ફેકલ્ટી જજ્ઞેશ ગોસ્વામી જહેમત ઉઠાવી હતી.
