વાંકાનેરના નવાપરામાં જુગાર રમતા સાત પતાપ્રેમી પકડાયા
મોરબી: વાંકાનેરમાં નવાપરા મીલ્ટીકુલ શેરી નં-૧ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પતાપ્રેમીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નવાપરા મીલ્ટીકુલ શેરી નં-૧ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી મહેશભાઇ ઉર્ફે ટીનો દામજીભાઇ ભખવાડીયા, બાબુભાઇ ઉર્ફે કાનો કરશનભાઇ ડાભી, અજયભાઇ દિનેશભાઇ ડાભી, સંજયભાઈ કરશનભાઈ ડાભી, કમલેષભાઈ ગણેશભાઈ ડાભી, વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડીયા, નરોતમભાઈ કેશુભાઈ વાઘેલા રહે. બધા વાંકાનેર નવાપરા મીલ્ટીકુલ પાસે શેરી નં-૦૧ તા.વાંકાનેર વાળાને રોકડ રકમ રૂ.૩૬૪૦ ના મુદામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.