વાંકાનેર તાલુકાના ધમલપર -૨ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોનેં વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રામાપીરના મંદીર નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી રાજેશભાઈ વાલજીભાઈ જીંજરીયા, (રહે. ધમલપર-૨ તા. વાંકાનેર), જગદીશભાઈ રૂપાભાઈ વીરસોડીયા (રહે. જાલી ગામ. તા. વાંકાનેર), તથા અજયભાઈ રમેશભાઈ માનસુરીયા (રહે. ધમલપર-૨) ને રોકડ રકમ રૂ.૧૩,૫૧૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.