વાંકાનેરના જેતપરડા નજીક સીરામીક ફેકટરીમાં લોડર હડફેટે યુવકનુ મોત મૃત્યુ
મોરબી : વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા લોડર હડફેટે આવી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ફેક્ટરીના માલીકે લોડર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા લોડર હડફેટે આવી જતા મૂળ મધ્યપ્રદેશ અને હાલ સીરામીક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા પિન્ટુભાઈ રામજીભાઈ પટેલનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજતા ફેકટરીના ભાગીદાર મલયભાઈ આદ્રોજાએ લોડર ચાલક જસમીન શાંતિલાલ ભલોડિયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪,(અ)તથા એમ.વી. એક્ટ કલમ ૧૮૪,૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.