વાંકાનેરના ચંદ્રપુર મીરાનગર ગામે બે પક્ષો વચ્ચે મારામારી થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
વાંકાનેર: વાંકાનેર તાલુકા ચંદ્રપુર મીરાનગર ગામે મોટરસાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા મારામારી થતાં બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ સામસામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર મીરાનગર ગામે માર્કેટ યાર્ડ પાસે રહેતા ઇકબાલભાઇ અલારખાભાઈ નારેજા (ઉ.વ.૪૨) એ આરોપી હમીદભાઈ બ્લોચ કે જે ભુરાભાઇ નામથી ઓળખાય છે તથા હમીદભાઈ બ્લોચનો બીજા નંબરનો દિકરો રહે બંને ચંદ્રપુર મીરાનગર ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા અમન ઉ.વ.૧૭ નાને આ કામના આરોપી હમીદભાઈએ મોટરસાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપેલ તે બાબતે ફરીયાદીના પત્ની જેનુબેન આરોપી હમીદભાઈના છોકરાને ઉભો ન રાખવા ઠપકો આપવા જતા જેનુબેનને આરોપી હમીદભાઈએ ગાલ પર ફડાકો મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ આ કામના ફરીયાદી છોડાવવા જતા ફરીયાદીને આરોપી હમીદભાઈએ લાકડાના ધોકા વતી માથાના ભાગે તથા નાકના ભાગે ઇજા પહોંચાડી તેમજ નાકના ભાગે ફ્રેકચરની ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીના દિકરા હુસેન ઉ.વ.૮ નાને આરોપી હમીદભાઈએ લાકડાના ધોકાવતી માથાના ભાગે ઇજા પહોંચાડી તેમજ આરોપી હમીદભાઈના બીજા નંબરના દિકરાએ લાકડાના ધોકાવતી ફરીયાદીના દિકરા અમન ઉ.વ.૧૭ નાને માથાના ભાગે તથા વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ઇકબાલભાઇએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર મીરાનગર ગામે માર્કેટ યાર્ડ પાસે રહેતા હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ અલારખાભાઈ બ્લોચ (ઉ.વ.૪૧) એ આરોપી જેનુબેન ઇકબાલભાઇ નારેજા તથા ઇકબાલભાઇ અલારખાભાઈ નારેજા , અમન ઇકબાલભાઇ નારેજા રહે. ત્રણે ગામ ચંદ્રપુર મીરાનગર તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપીના દિકરા અમન ઉ.વ.૧૭ નાને ફરીયાદીએ મોટરસાયકલ ધીમુ ચલાવવા ઠપકો આપેલ તેનુ સારૂ નહિ લાગતા આરોપી જેનુબેનએ ફરીયાદીને ગાળો બોલી તેમજ આરોપી ઇકબાલભાઇએ હાથમા કુહાડી લઈ આવી ફરીયાદીએ કુહાડી પકડી લેતા ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ આરોપી અમનએ માથાના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે હમીદભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





