Saturday, June 20, 2026

વાંકાનેરના ગુંદાખડા ગામે બનેલ મારામારી માં વળતી ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના ગુંદાખડા ગામે બનેલ મારામારી માં વળતી ફરિયાદ નોંધાઇ.

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ઢોર ચરાવા બાબતે માલધારી ઉપર પાંચ શખ્સોના હુમલા અંગે ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે પણ ચાર શખ્સો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અને ખેતી કરતા ચોથાભાઇ બેચરભાઇ શાપરાએ આરોપી કરમણ ખીમા ભરવાડ, દાના ખીમા ભરવાડ, રામા સીંધા ભરવાડ અને વેલા ગોકળ ભરવાડરહે. બધા ગુંદાખડા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ફરિયાદી ચોથાભાઈની સાથે રહેલ પોપટભાઈ કે જેઓએ ચારવા રાખેલ ખેતર પાસે આરોપીઓ માલ-ઢોર લઇને આવેલ ત્યારે આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ ગાળો બોલી આરોપી દાના ખીમાએ ચોથાભાઈ અને તેના ભાઈ પોપટભાઇ કરમશીભાઇને લાકડી વતી માર મારી વાસાના ભાગે મુંઢ ઇજા કરી હતી તેમજ બીજા આરોપીઓએ પોપટભાઈને ઢીકા પાટુનો માર મારી મૂંઢ ઈજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,881

TRENDING NOW