વાંકાનેરના અમરસર ગામે ગઈકાલના રોજ ઢોર ચરાવવાના બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી. બન્ને જૂથના લોકો એકબીજા ઉપર લાકડીઓ અને પાઈપથી તૂટી પડ્યા હતા. જેમાં બન્ને પક્ષના મળીને છથી વધુ લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે બન્ને પક્ષોએ એકબીજા સામસામી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મહેબુબભાઇ હાજીભાઇ
ખોરજીયા (ઉ.વ.૪૪, રહે અમરસર, તા.વાંકાનેર) એ
આરોપીઓ જગા વેલા, પરબત ભારૂ, કુવરા ભારૂ, કમલેશ ગાંડુ, લીલા ગાંડુ, રમેશ ભારૂ, ભાયા જાલા, કમલેશ હઠા તથા બે અજાણ્યા ઇસમો (રહે બધાં અમરસર ગામે) સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓના વાવેતર કારેલ વાડીમાં આરોપીની ભેસો ચરતી હોવાથી
ફરિયાદીએ બહાર કાઢતા આ બાબતે ડખ્ખો થયો હતો. અને આરોપીઓએ લાકડી-પાઈપ જેવા હથીયારો વડે ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુ તેમજ લાકડી તથા પાઈપથી માથામાં અને વાસાના ભાગે મુંઢમાર મારી ફેરચર કરી નાખ્યું હતું. તથા સાહેદ નુરમામદને ડાબા હાથની કોણી પાસે
ફેકચર થતા અને સાહેદ સઇદાબેનને ડાબા હાથની આંગળીમાં ફેકચર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામાપક્ષે વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા
જગાભાઈ વેલાભાઈ ગમારા (ઉ.વ.૪૦)એ આરોપીઓ મહેબુબ હાજીભાઈ, નુરા હાજીભાઈ, ઈસ્માઈલ હાજીભાઈ, તાજુ ગાજીભાઈ, મહેબુબની પત્ની, ઈસ્માઈલની પત્ની અને નુરાની દીકરી (રહે. બધાં અમરસર ગામે) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા વિજય મોનાભાઈ તેઓના માલઢોર ચરાવતા હતા તે વેળાએ વિજયની ભેંસ એક આરોપીના ખેતરમાં જતી રહેતા તે ફરીયાદી તથા
સાહેદ હાંકવા જતા આરોપીઓએ હાથમાં કુહાડી તથા લાકડીઓ જેવા હથીયાર વડે ફરીયાદીને માર મારવાના ઈરાદે આવી ગાળો આપીજાનથી
મારી નાખવાની ધમકી આપી કુહાડી વડે ફરીયાદીને માથામા ડાબા કાનથી ઉપરના ભાગે એક ઘા મારી માથામાં ૭ થી ૮ ટાંકાઓની ઈજા પહોંચાડી હતી. તેમજ ફરીયાદીને શરીરના પાછળના ભાગે અને સાથળના ભાગે આડેધડ લાકડીઓ મારી ઈજાઓ કરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ નોધાતા વાંકાનેર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





