Tuesday, March 10, 2026

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે યુવાનની જમીન ત્રણ શખ્સોએ પચાવી પાડી

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં યુવાનની માલિકીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પાડી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

વાંકાનેરના અગાભી પીપળીયા ગામના વતની અને સુરેન્દ્રનગર નવા બસ સ્ટેન્ડ નજીક રહેતા અશોકસિંહ ગંભીરસિંહ જાડેજાની માલિકીની અગાભી પીપળીયા ગામના સર્વે નંબર ૭ પૈકી ૩ ની કુલ જમીન ૧૨ એકર અને ૯ ગુઠા જમીન પૈકી ૮ એકર અને ૧૬ ગુઠા જમીનનું વેચાણ થયેલ તે સિવાયની બાકી રહેતી ૪ એકર જેટલી જમીન પચાવી પાડવાના આશયથી પોતાનો અનઅધિકૃત કબ્જો ચાલી રાખી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે આરોપી મણીબેન રતાભાઈ ભરવાડ, રાઘવભાઈ રતાભાઈ ભરવાડ અને વિરમભાઇ રતાભાઈ ભરવાડે કબ્જો કર્યો હોવાની ફરિયાદ અશોકસિંહ જાડેજાએ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related Articles

Total Website visit

1,595,240

TRENDING NOW