વાંકાનેર: વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામેથી યુવતી લાપતા થયાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ.
મળતી માહિતી મુજબ સીંધાવદર ગામમાં રહેતી ૩૧ વર્ષીય જાગૃતીબેન નાગજીભાઇ મકવાણા ગત તા.૧ના રોજ સવારના પોણા દશેક વાગ્યેથી સાડા બારેક વાગ્યા દરમ્યાન પહેરેલ કપડે કોઇની કહ્યા વગર ક્યાંક જતી રહેલ હોય જે અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.
ગુમ થયેલ યુવતી સાધારણ બાંધાની ઘઉં વર્ણો વાન છે. ઉંચાઇ આશરે પાંચ ફુટ બે ઇંચ જેટલી છે. ગુજરાતી અને હીન્દી ભાષા જાણે છે.ઉપર દર્શાવેલ યુવતી અંગે જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી.