Saturday, May 3, 2025

વાંકાનેરથી રાજાવડલા સુધીના બિસ્માર રોડનું નવીનીકરણ કરવા શિવસેનાની કલેકટરને રજુઆત

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયુર ઠાકોર વાંકાનેર)

વાંકાનેરથી રાજાવડલા સુધીના બિસ્માર રોડનું નવીનીકરણ કરવા શિવસેના વાંકાનેર દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેમાં રાજાવડલા ગામમાં જવા માટેનો મુખ્ય રોડ હોવાથી હજારો રાહદારીઓ આ રોડ પરથી પસાર થતા હોય છે ઉપરાંત રાજવડલા નજીક હજારો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર મેલડી માતાજીનું મંદિર આવેલ હોય ત્યાં હજારો ભાવિકો પગપાળા તેમજ વાહન મારફતે દર્શને તેમજ માનતા પુરી અર્થે આવતા હોય પરંતુ ત્યાં પહોંચવા માટે ભાવિકોને બિસ્માર રોડના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમજ રોડ પર સ્કૂલ પણ આવેલ હોય બિસ્માર રોડના કારણે રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોખમી સવારી કરી રહ્યા છે ત્યારે હાલ ચોમાસામાં બિસ્માર રોડ પર પડેલ મસમોટા ગાબડાના કારણે પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય પણ રહેલ છે ત્યારે ઘણા વર્ષોથી બિસ્માર રોડનું નવીનીકરણ ન થતા સત્વરે આ રોડનું નવીનીકરણ કરવામા આવે તેવી રજુઆત શિવસેના વાંકાનેર દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW