વર્ષ ના અંતે જોડિયા પંચાયત ની ચુંટણી જંગ માં ” બટોગે તો કટોગે” જેવી સ્થિતિ સરજાશે _!
જોડિયા :- બે વર્ષ પહેલાં જોડિયા થી જુદું પડીને લક્ષ્મી પરા વિસ્તાર ને નવી ગ્રામ પંચાયત નો દરજો મળતા જોડિયા વિસ્તારમાં બહુમતી ધરાવતા ખાસ કરીને હિન્દુ સમાજ હવેથી લધુમતી ના દાયકામાં આવી ગયા. જયારે વર્ષો થી જોડિયા ના મુસલીમ સમાજ લઘુમતી ની છાપ ઘરાવતા હતાં ગામના પંચાયત વિભાજન બાદ મુસલીમ સમાજ બહુમતી ધરાવતા થઈ ગયા. જેની અસર ગ્રામ પંચાયત ની ચુંટણી માં નવા સમીકરણ નુ સ્થાન ઈતિહાસ રચશે.જેમાં ગામના જયચંદો ની ભુમિકા જોવા મળશે. જોડિયા ના પંચાયત રાજ માં અત્યાર સુધી એક પણ બોડી બીનહરીફ તરીકે સત્તા નથી મેળવેલ.બધાં ને સરપંચ બનીને ગામના વિકાસકામો માં લૂંટના સપના સેવી રહયા છે. છતાં વર્તમાન સમય માં તાલુકા મથક નુ જોડિયા ગામ વિકાસ પામવા ને બદલે વર્ષ ર૦૦૧ ના ભુકંપ બાદ જે તે સતાધીશો ના પાપે ગામમાં ચારેબાજુ વિનાશ જોવાઈ. રહયું.જયાં સુધી ભ્રષ્ટ તંત્ર ના રાજપાઠ માં જોડિયા નો વિકાસ સંભવ નથી. _! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૨૮/૧૦/૨૪.