Saturday, March 14, 2026

વન નેશન વન ઇલેક્શન સૂત્ર ને યથાર્થ કરતું કોડીનાર સિંધી સમાજ

Advertisement
Advertisement
Advertisement

વન નેશન વન ઇલેક્શન સૂત્ર ને યથાર્થ કરતું કોડીનાર સિંધી સમાજ

કોડીનાર લાડી લોહાણા સિંધી સમાજે “વન નેશન વન ઇલેકશન” સૂત્ર ને અપનાવી અને પંચાયત પ્રમુખ, યુવા મંડળ પ્રમુખ અને મહિલા મંડળ પ્રમુખ માટે ના ત્રણય પદો માટે એક સાથે એક જ જગ્યાએ ચૂંટણી યોજી હતી. અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી સમાજ માં આ રીતે એક સાથે ત્રણેય પદો માટે ચૂંટણી કરનાર એક માત્ર કોડીનાર પાંચાયત બની છે .
નારી તું નારાયણી માં માનનારા સિંધી સમાજ દ્વારા સર્વે પ્રથમ મહિલા મંડળની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં સર્વે મહિલાઓ દ્વારા હાલમાં પ્રમુખ તરીકે કાર્યરત પ્રમુખ શ્રીમતી કોકિલાબેન ટેવાણી ને જ સર્વા નું મતે બિનહરીફ તરીકે પસંદગી પાત્ર બન્યા હતા..
પછી યુવા મંડળ ની ચૂંટણી પ્રક્રિયા માં સર્વે સમાજ અને યુવા ઓ એ હાલ માં કાર્યરત પ્રમુખ શ્રી અજયભાઈ ધાનાણીને જ ફરી પદભાર આપવાનું નક્કી કર્યું પરંતુ “પરિવર્તન જ સંસાર નો નિયમ છે” અને પોતાની ઉમર સીમા યુવા પ્રમુખ માટે વધુ હોવાથી હાલના પ્રમુખ અજયભાઈ ધાનાણીએ નવા યુવાનની પસંદગી આ પદ માટે થાય એવું સમાજ ને અનુરોધ કર્યો હતો પછી સર્વે ની સંમતિથી નવા યુવા ચહેરાને બિનહરીફ બનાવી યુવા શક્તિ ની જવાબદારી શ્રી લવ કક્કડને આપવામાં આવી હતી. .
પછી સમાજ ના પંચાયત પ્રમુખ ની ચૂંટણી યોજાતા સર્વે સમાજ દ્વારા હાલ ના પ્રમુખ પદ તરીકે કાર્યરત પ્રમુખ શ્રી ગુરુમુખદાસ વાધવાણીની જ ફરી પસંદગી કરવામાં આવી હતી કેમ કે તેમના કાર્યકાળ દરમિયાન જ સમાજ ઉન્નતિ ના શિખરો સર કર્યા છે તેંમનેજ સમાજની જવાબદારી આપવી એ જ યોગ્ય છે તેવું સર્વે દ્વારા માનવામાં આવ્યું અને પોતાના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ નો જયઘોષ કરી ને તેમને માનભેર આ પદ ફરી આપવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,597,036

TRENDING NOW