વનાળિયા ગામના ઝાપા નજીક સ્વિફ્ટ કાર માંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
મોરબી તાલુકાના વનાળિયા ગામના ઝાપા નજીકથી દેશી દારૂનો જથ્થો સ્વિફ્ટ કાર માંથી મડી આવતા પોલીસે કાર ચાલકને ઝડપી પાડયો હતો.ત્યારે તેમના વિરૂદ્ધ પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળિયા ગામના ઝાપા નજીકથી મોરબી તાલુકા પોલીસે 200 લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે આરોપી શાહરુખ હાસમભાઈ સુમરા, રહે.રણછોડનગર મોરબી નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 2 લાખની કાર સહિત 2.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂનો જથ્થો આપનાર સમીર નામના શખ્સને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.