લ્યો બોલો મોરબી નગરપાલિકા બહાર જ મસમોટો પાણીનો ખાડો !
મોરબી નગરપાલિકા કચેરીની બહાર જ મસમોટા પાણીનો ખાડો પડ્યો છે જ્યાં થોડો વરસાદ થતાં જ પાણી ભરાઈ ગયું છે. ત્યારે હજુ સુધી નગરપાલિકા દ્વારા એ ખાડો રિપેર કરવામાં આવ્યો નથી.
નગરપાલિકામાં આવતા જતા અરજદારો, પાલિકાના કર્મચારીઓ તેમજ જાહેર જનતાને પાણીના ખાડા માંથી ચાલીને અંદર જવું પડે છે. પરંતુ નગરપાલિકાને તેની આંખો સામે રહેલ ખાડો લગભગ દેખાતો નહિ હોય. અથવા નગરપાલિકાને આ ખાડો રિપેર કરવામાં રસ નહિ હોય ?
હાલ તો ખાડા પર થી નગરપાલિકા કચેરીમાં જવા માટે પાણી ના ખાડાની વચ્ચે ઈટો મૂકવામાં આવી છે. અરજદારો આ કંટ્રક્સન ની ઈટો પર થી ચાલીને જાઈ છે. ત્યારે જો કોઈ વૃદ્ધ અરજદાર અથવા કોઈ અન્ય નાગરિકનો પગ લપસી ખાડા માં પડે તો જવાબદાર કોણ ??