Thursday, June 25, 2026

લ્યો બોલો ! ઢોર બાંધવાના વાળા માંથી ૧૦૧ દારૂની બોટલ મળી.

Advertisement
Advertisement
Advertisement

લ્યો બોલો ! ઢોર બાંધવાના વાળા માંથી ૧૦૧ દારૂની બોટલ મળી.

ઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૧ કિ.રૂ.૧,૩૮,૬૪૦/ -નો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે હર્ષદ ઉર્ફે શૈલેષ ધનજીભાઈ ખાંભલા રહે શકત શનાળા ગામ તા.જી.મોરબી વાળો પોતાના ઢોર બાંધવાના વાડામા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા વાડામાં આરોપી હાજર નહી મળી આવેલ તેમજ વાડામાથી ઢોરને ખવડાવવાના મગફળીના પાનામાથી ઇગ્લીશદારૂની બોટલ નંગ-૧૦૧ કિ.રૂ.૧,૩૮,૬૪૦ /- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,609,326

TRENDING NOW