આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી..
આ સમયે જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જયદીપભાઇ હુબંલ, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા,મહામંત્રી યોગીરાજ સિંહ જાડેજા તથા વિક્રમભાઈ વાંક, તેમજ ઉપ પ્રમુખશ્રી રાહુલભાઈ હુંબલ, કેયુરભાઈ પંડ્યા, મિતુલભાઈ ધ્રાંગા અને રવિભાઈ રબારી તેમજ જયેશભાઇ ડાભી સહીત સમગ્ર ટીમ હાજર રહી હતી
