લેન્ડગેબીંગ ના ગુન્હામાં સંડોવાયેલ બે નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા.
મોરબી તાલુકા પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે ના નાસતા ફરતા આરોપીઓ ને મોરબી એલસીબીએ પકડી પાડ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતાં તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીનાને બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧)(૩),પ(ગ) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓ હાલ કચ્છના લોદ્રાણી ( વેણુસર વાંઢ ) તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે રહેતા હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે અટક કરવાના બે આરોપીઓ વશરામભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૫૦ તથા મનસુખભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૪૫ રહે. બન્નેહાલ લોદ્રાણી (વેણુસર વાંઢ) ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ મુળ રહે. ઉંચીમાંડલ તા.જી.મોરબીવાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.





