લીલાપર રોડ પર ની કેનાલ સફાઈ કરીને કચરો રોડ પર ઠાલવતા આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ તંત્ર પર આકરા પ્રહારો કર્યા
આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા વાતચીત કરતા જણાવ્યું હતું કે મોરબી નો પોસ એરીયા ગણાતો લીલાપર રોડ છે. જે રોડ પર વર્ષો થી ખેડૂતો ને ખેતી માટે પાણી પહોંચાડતી કેનાલ આવેલી છે. આ કેનાલ ને રવી પાક માટે ખેડૂતોને પાણી આપતા પહેલા તે કેનાલને તંત્ર દ્વારા સફાઇ કરવામાં આવી હતી પણ આ અંધ તંત્ર દ્વારા કેનાલ સફાઈ કરી ને તેમાંથી નીકળતા કચરાને તેજ રોડ પર રાખી દિધો છે. જેમાંથી અતી દુર્ગંધ આવે છે અને રોડ પર વાહન ચાલકો માટે પણ એક પડકાર રૂપ છે કેમ કે મોરબી સિરામિક ઉદ્યોગની માં મોટાભાગના લોકો અપડાઉન માટે આજ રોડ નો ઉપયોગ કરવામાં આવે છે તો તમામ વાહન ચાલકો ને અકસ્માત ની ભીતી રહે છે.તો આ બાબતે તંત્ર પર આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે અને આ આ સફાઈ કોન્ટ્રાકટર પર યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અને એ કોન્ટ્રાકટર નું પેમેન્ટ અટકાવવા માટે ની માંગ કરવામાં આવી છે. જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે…