Monday, March 9, 2026

લીલાપર રોડ પર ઓરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની લાલ આંખ.

Advertisement
Advertisement
Advertisement

લીલાપર રોડ પર ઓરડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની લાલ આંખ.

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના લીલાપર રોડ પર આવેલ રામદેવપીરના મંદિર પાછળ વોકડાના કાંઠે આવેલ એક ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે સાથે પોલીસ દ્વારા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમી ના આધારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ઓરડીમાં દેશી દારૂ બનાવવાની સામગ્રીઓ જેવી કે ગરમ આથો, ઠંડો આથો, ભઠ્ઠી ના સાધનો, એલ્યુમિનિયમનું બકડિયું, નળી, ગેસના બાટલા તથા ગેસનું બર્નર તેમજ રેગ્યુલેટર વાળી નળી, ઉપરાંત આશરે 30 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તમામ ૪,૬૫૦/- રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્થળ પર હાજર આરોપી નાગરાજભાઈ ઉર્ફે યોગી સવજીભાઈ પરમાર (ઉ.વ.૩૬) મોરબી વાળાને પકડી પાડવામાં આવ્યું છે ઉપરાંત હજુ એક અન્ય આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાં કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,195

TRENDING NOW