Monday, March 9, 2026

લીલાપર ચોકડી નજીક કોમ્પલેક્ષ માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી મોરબી એલસીબી.

Advertisement
Advertisement
Advertisement

લીલાપર ચોકડી નજીક કોમ્પલેક્ષ માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી મોરબી એલસીબી.

મોરબીના લીલાપર ચોકડી નજીક આવેલ રાઘવ કોમ્પ્લેક્સમાંથી એક દુકાનમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક બુટલેગર ને મોરબી એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમ પ્રોહિબિસનના ગુનાઓને નાબૂદ કરવા માટે કાર્યરત હોય દરમ્યાન એલસીબી ની ટીમને ખાનગી રહે બાદમી મળી હોય કે મોરબીના લીલાપર ચોકડી થી તીર્થક પેપરમીલ તરફ જવાના રસ્તા પર આવેલ રાઘવ કોમ્પ્લેક્સની દુકાન નંબર 15માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પર પ્રાંતમાંથી લાવી સંગ્રહ કરી તેનું વેચાણ ચાલુ હોય દરમિયાન એલસીબી ની ટીમ દ્વારા બાતમીના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી આ કામના આરોપી કમલેશભાઈ રમેશભાઈ સોનગ્રા મૂળ ધાંગધ્રા વાળો મળી આવ્યો હતો ત્યારે સ્થળ પરથી એલસીબી ની ટીમ દ્વારા વિદેશી દારૂના જથ્થા ઉપરાંત બિયરના જથ્થા મળીને કુલ 47,430 નો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ કંપનીના બે મોબાઇલ કિંમત રૂપિયા ૫૫૦૦ મળી કુલ 52,930 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે એલસીબી દ્વારા ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,153

TRENDING NOW