મોરબી ખાતે લીઓ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સ્વપ્નિલ ખરે, તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછના પાસ્ટ ફર્સ્ટવાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા, નીલકંઠ વિધાલયના જીતુભાઈ વડશોલા ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો
સ્વપ્નિલ ખરે જેઓ હાલ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે ફરજ બજાવે છે અને પોતે ચેસ પ્લેયર અને ચેસ માટે રુચિ પણ દાખવે છે. ત્યારે સ્પર્ધામાં આવેલને ખૂબજ પ્રેરણા રૂપ માર્ગ દર્શન પૂરું પાડેલ જેમાં કુલ 5 વિધાર્થીને રોકડ રકમ આપેલ જેના નામ આ પ્રમાણે છે. જૈનિલ પટેલ, અચ્યુત વરસડા, દીપ પરમાર, હિમાંશુ પાટડિયા, કિશન ભુવા તેમજ બધા સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા લીઓ ક્લબ મોરબી સિટીના પ્રમુખ લીઓ વૃતિક બારા, ખજાનચી લીઓ ઉર્વેશ માણેક, લીઓ વાસુ રૂપાલા, લીઓ બંસી રૂપાલા, લીઓ હાર્દિક લીઓ, લીઓ હેલી કોટેચા, કલબ ચાર્ટર પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા તેમજ લાયન્સ ક્લબ મોરબી સિટીના ટી સી ફુલતરીયા, ઉપેશ પાડલીયા, રશ્મિકા રૂપાલા મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી





