Thursday, May 8, 2025

લાલપર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકની હડફેટે યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-વાંકાનેર હાઇવે પર લાલપર ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલ વીડી જામ્બુડિયા ગામના મુકેશભાઈ ચાવડાને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટયો હતો. આ બનાવ અંગે મૃતકના કાકા આલાભાઇ ત્રીકમભાઇ ચાવડા (રહે.વીડી જાબુડીયા, તા-વાંકાનેર) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,798

TRENDING NOW