તા ૨૧ જુલાઈ ૨૦૨૪ રવિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ જામખંભાળિયા તથા કેશોદ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આવળ માતાજીના મંદિર કેશોદ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.
ખંભાળિયા તથા આજુબાજુના સ્થળોને હરિયાળુ બનાવવાના સદ્ હેતુથી આ પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ ખંભાળિયાના મેમ્બર્સ તથા કેશોદ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા આવળ માતાજીના મંદિરના પટાંગણમાં ૧૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તેમજ આ વૃક્ષોનું જતન અને પોષણની જવાબદારી કેશોદ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવી હતી.
વધુમાં આ પ્રોજેક્ટ માટે લાયન્સ ક્લબ ખંભાળિયાના પ્રમુખ શ્રી ડો. સાગર ભુત દ્વારા કેશોદના સરપંચ શ્રી કશ્યપભાઈ ડેર તથા ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.