Saturday, March 7, 2026

લાતીપ્લોટમાં બે પક્ષ વચ્ચે સામસામી માથાકૂટ, ફરિયાદ ના નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૧૦ જોન્સનગરમા રહેતા મુસ્તાક કાસમભાઈ સંધવાણી (ઉ.વ‌.૨૮) એ આરોપી મહંમદ કાસમભાઇ થઇમ , મહેબુબ કાસમભાઇ થઇમ, કાસમભાઇ ખમીશાભાઇ થઇમ, જલાબેન કાસમભાઇ થઇમ રહે. બધા-લાતી પ્લોટ, જોન્સનગર, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આજથી આશરે પાંચેક મહીના પહેલા આરોપી મહમદએ ફરીયાદી મની બહેનની છેડતી કરેલ હોવાથી જે-તે સમયે આરોપીઓ સાથે માથાકુટ થયેલ હતી. જેમા તેઓને ઘરમેળે સમાધાન થયેલ હતુ જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે આવી, આરોપીઓએ ફરીયાદીના પિતાજી કાસમભાઇ સંઘવાણીને મારી નાખવાના ઇરાદે માંથામાં તલવાર ઘા મારી ગંભીર ઇજા કરી તથા ફરીયાદીના ભાઇ અસ્લમને છરીના ઘા મારી ગંભીર ઇજા કરી તેમજ આરોપી કાસમભાઇ થઇમ તથા જલાબેન થઇમ એ છુટા પથ્થરના ઘા મારી, ફરીયાદીને તથા ફરીયાદીના મમ્મી ફાતમાબેનને શરીરે મુંઢ ઇજા કરી, ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૮મા રહેતા મહમદભાઈ કાસમભાઈ થૈયમ (ઉ.વ.૧૮) એ આરોપી મુસ્તાક ઉર્ફે ડાડો કાસમ સંધવાણી, અસ્લમ કાસમ સંધવાણી, કાસમભાઇ સંધવાણી બધા રહે. જોન્સનગર શેરી નં-૦૭,ઢાળિયો ચડતા, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આજથી ચારેક વર્ષ પહેલા ફરીયાદીને આરોપીની દિકરી સાથે પ્રેમ સબંધ હોય જે વાતનો ખાર રાખી રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા આરોપી મુસ્તાકએ ફરીયાદી સાથે જગડો શરૂ કરેલ હોય બાદ બીજા આરોપીઓ ત્યા આવી જતા ફરીયાદીનો ભાઇ મહેબુબ ફરીયાદીને છોડાવવા વચ્ચે પડતા ફરીયાદીના ભાઇ મહેબુબને આરોપીઓએ સાથે મળી ફરીયાદીના ભાઇને મારી નાખવાના ઈરાદે માર મારતા ફરીના ભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છુટી કાંચની બોટલો તથા પથ્થરો મારી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,070

TRENDING NOW