લાતીપ્લોટની એક ઓફિસ માંથી જુગારધામ ઝડપાયું.ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા.
લાતીપ્લોટ શેરી નંબર 2 માં આવેલ ઓફિસમાં ચાલતા જુગારધામ પર એ ડિવિઝન પોલીસે રેઇડ કરી હતી ત્યારે પોલીસે ઓફિસ માંથી જુગાર રમતા ચાર મડી આવ્યા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ લાતીપ્લોટ શેરી નંબર 2 માં આવેલ આરોપી અનિલભાઈ હરિલાલ રાજાની ઓફિસમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી અનીલભાઇ હરીલાલ રાજા, લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી, જેસીંગભાઇ પ્રેમજીભાઇ ધંધુકીયા અને અનવરભાઇ અલીમામદ સૈયદને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.