લજય બસ સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.
ટંકારા ના લજાઈ બસ સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને પોલીસે પકડી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લજાઈ બસસ્ટેન્ડ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા સંજય વિજયભાઈ બામ્ભણીયા, હિરેન દેવયતભાઈ મિયાત્રા અને અઝરૂદીન વલીભાઈ હેરન્જાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





