મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓની સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ લગધીરપુર રોડ ઉપર થયેલ મર્ડરના ગુનાના આરોપી બારીયાલ કુશાલભાઇ ટુંડ ઉંવ.૨૩ રહે-રેડીયન્ટ સીરામીકની ઓરડીમા, લખધીરપુર રોડ, મોરબી મુળગામ- દેવકુંડી તા.જામદા જી.મયુરભાંજ ઓરીસ્સા વાળાને શોધી કાઢવા ટીમ બનાવી અમો તથા ડી સ્ટાફ
પો.સ.ઇ. એ.એ.જાડેજા, પો.સ.ઇ. એલ.એન વાઢીયા તથા બીટના જમાદારો તથા ડી સ્ટાફના બીજા પોલીસ માણસો સાથે આરોપીની તપાસમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ હોય જે આધારે મર્ડરના ગુનાના આરોપીને શોધી કાઢી આરોપીને ઝડપી પાડેલ છે. તેમજ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.