Sunday, June 21, 2026

લક્ષ્મીનગર ગામ નજીક ટ્રક હડફેટે બાઈક સવાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

લક્ષ્મીનગર ગામ નજીક ટ્રક હડફેટે બાઈક સવાનું મોત.

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક લક્ષ્મીપ્લાઝા સામે આવેલ ડીવાઈડરની કટ પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં સામા કાંઠે નિત્યાનંદ સોસાયટી શેરી નં -૦૩ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા નીલ કિરણભાઈ ભોજાણી (ઉ.વ.૨૨)એ ટાટા ટ્રક રજીસ્ટર નંબર – GJ-12-AU-5801 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૪-૨૦૨૩ ના રોજ સવારના આશરે પોણા સાતેક વાગ્યાના અરસામાં ટાટા ટ્રક રજીસ્ટર નંબર- GJ-12-AU-5801 ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફીકરાઈથી માણસોની ઝિંદગી જોખમાય તેમ ચલાવી આવી ફરીયાદીના પિતાજી કિરણભાઇ નરાશીભાઇ ભોજાણી ઉ.વ.૫૦ વાળાને મોટરસાયકલ હોન્ડા(સાઈન) રજીસ્ટર નંબર-GJ-03-FL-1545 મોટરસાયકલ સહિત ડીવાડરની કટમાંથી હાઇવે રોડ પર ચડવા જતા સામેથી ઠોકર મારી હડફેટે લઇ ફરીયાદીના પિતાજીને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી પોતાનો ટ્રક રેઢુ મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,939

TRENDING NOW