Tuesday, June 23, 2026

લક્ષ્મીનગર ગામે જુગારની ક્લબ પર એલસીબીની રેઇડ.

Advertisement
Advertisement
Advertisement

લક્ષ્મીનગર ગામે જુગારની ક્લબ પર એલસીબીની રેઇડ.

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોઈ ત્યારે એલસીબી ટીમે ત્યાં રેઇડ કરી હતી ત્યારે ત્યાં થી જુગાર રમતા પત્તપ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે હાલ તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આરોપી નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયાએ તેમના રહેણાંકમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે શુક્રવારે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલ આરોપી નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયા,વિઠ્ઠલભાઇ નરશીભાઇ કડીવાર, હરજીભાઇ હિરજીભાઇ કૈલા, મહેશભાઇ મોહનભાઇ ભંખોડીયા, નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા અને વિપુલભાઇ પુનાભાઇ પરમાર તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસ જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 90 હજાર કબ્જે કરી જુગારધારા અન્વયે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,609,175

TRENDING NOW