Sunday, June 7, 2026

રોહીશાળા યુવક મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળમાં એક લાખ રોકડ રકમનુ દાન આપી માનવતા મહેકાવી

Advertisement
Advertisement
Advertisement

રોહીશાળા યુવક મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળમાં એક લાખ રોકડ રકમનુ દાન આપી માનવતા મહેકાવી

ખાખરેચી પાંજરાપોળમાં નવા શેડ માટે રોહીશાળા યુવક મંડળ દ્વારા એક લાખ એક હજાર રોકડા પાંજરાપોળના ટ્રસ્ટી ડો.મનુભાઈ કૈલાને આપ્યા ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો

માળીયામિંયાણાના ખાખરેચી ગામે આવેલા પાંજરાપોળમાં રોહીશાળા ગામના યુવક મંડળ દ્વારા એક લાખ એક હજાર રોકડ રકમનુ દાન આપીને માનવતા મહેકાવી છે ખાખરેચી ગામે આવેલા પાંજરાપોળમાં અનેક ગાયો સહીત મુંગા અબોલ જીવોનો નિભાવ થઈ રહ્યો છે જે પાંજરાપોળમાં અનેક પશુઓ આશરો લઈને ટ્રસ્ટ દ્વારા ૨૪ કલાક દેખભાળ રાખીને અબોલ જીવો માટે વર્ષોથી સેવા આપી રહ્યા છે ત્યારે હાલ પાંજરાપોળમાં નવા બનતા શેડ માટે રોહીશાળા યુવક મંડળે રોકડા એક લાખ એક હજાર રૂપિયાનુ દાન આપી માનવતા મહેકાવી છે આ યુવક મંડળ દ્વારા પાંજરાપોળમાં લીલાચારા અને રોકડ રકમનુ અગાઉ પણ દાન આપેલ છે તે પ્રસંશનીય છે ત્યારે શેડ માટે વધુ એક વખત રોહીશાળા યુવક મંડળે દાન આપીને અન્ય લોકોને પણ અબોલ પશુઓ પ્રત્યે પ્રેમભાવ સાથે દાન તરફ પ્રેરાય તેવો પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે જેથી રોહીશાળા યુવક મંડળનો પાંજરાપોળના ટ્રસ્ટી દ્વારા આભાર વ્યક્ત કરી ગૌમતા માટે રોહીશાળા યુવક મંડળ ક્યારેક રોકડ રકમ તો ક્યારેક લીલાચારો આપી જે સેવાનુ ઉમદા કાર્ય કરી સેવાની સાથે પુણ્યનુ ભાથુ બાંધે છે તેવા રોહીશાળા ગામના લોકો અને રોહીશાળાના યુવક મંડળના સેવાના કાર્યને ટ્રસ્ટે બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો

Related Articles

Total Website visit

1,607,827

TRENDING NOW