Friday, May 2, 2025

રોટરી ક્લબ હળવદ દ્વારા સ્મશાનયાત્રામાં વપરાતી કીટનું ટોકન ભાવથી વિતરણ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)

હળવદ રોટરી ક્લબ દ્વારા સ્વજનના અવસાન બાદ સ્મશાનયાત્રા વખતે જરૂર પડતી તમામ પૂજા સામગ્રીની ભાઈઓ, અખંડ સૌભાગ્યવતી બહેનો અને વિધવા બહેનો માટેની કીટ ફક્ત 251 રૂપિયાના ટોકન ભાવથી કાયમી વિતરણ કરવામાં આવશે.

જેનો હળવદ શહેર તેમજ તાલુકાની બધીજ જ્ઞાતિ કે જાતીના અમીર, ગરીબ, મધ્યમવર્ગના લોકો અવશ્ય લાભ લે તેવી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા અપીલ કરવામાં આવી છે. કિટમાં આપવામાં આવતી વસ્તુઓ જો બજારમાંથી ભેગી કરવાની થાય તો ટોકન કિંમત ત્રણ કે ચાર ઘણો ખર્ચ થઈ શકે છે. સ્વ.કેશરબેન તથા ધુડાભાઈ જેઠાભાઇ જોશી હસ્તે: રાજુભાઇ જોશી, કેશર સેવા પાલનપુર વાળાના સૌજન્યથી આ કીટની વિતરણ વ્યવસ્થા રોટરી કલબ ઓફ હળવદ દ્વારા કરવામાં આવેલ છે. જરૂર પડ્યે કીટ મેળવવા માટે રોટરી મેડિકલ સ્ટોર Hdfc બેન્ક સામે, બસ સ્ટેન્ડ રોડ મો: 99133 19919 તથા સુનિલ ઠાકર મહર્ષિ પ્રોવિઝન સ્ટોર, ડો. દવે સાહેબના ઘરની બાજુમાં, વાણીયાવાડ મો. 84606 40009 અને જતુકાકા પરીખ શ્રીજી ડેરી પાર્લર ગિરનારી ચોક ધ્રાંગધ્રા દરવાજા બહાર મો. 7575099849, 9429099849 તેમજ વધુ માહિતી માટે રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા મો. 94291 11111 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW