(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
હળવદ: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલ જીવાત્માઓની પાછળ પૂજન, અનુષ્ઠાન, યજ્ઞનું શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં પુણ્યકાર્ય કરવામાં આવ્યું હતું.
કોરોનાના સમયગાળામાં જે જ્ઞાતિ, જાતિના, પુરુષ કે સ્ત્રી મૃત્યુ પામ્યા છે. એવા હળવદ શહેર અને તાલુકાના ગ્રામ્યના તમામ લોકોની પાછળ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રોટરી ક્લબ ઓફ હળવદે મોક્ષદાતા શ્રી ભગવાન નારાયણનાં શ્રીવિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર પાઠ, ૐ નમો ભગવતે વાસુદેવાય જપ, ગજેન્દ્રમોક્ષ પાઠ, નારાયણ કવચ પાઠ, શ્રીમદ્ ભગવદ્ગીતા પાઠ, તેમજ પૂજન, અનુષ્ઠાન,યગ્નનુ આયોજન જીવાત્માઓને ચીર શાંતિ મળે તથા ભગવાન નારાયણની પ્રાપ્તિ(મોક્ષગતિ) થાય એવા નિ:સ્વાર્થ હેતુથી કરવામાં આવ્યું હતું.
આ મહામારીથી વિશ્વના કલ્યાણ તથા રક્ષણ મેળવવા અને ગતજીવાત્માઓના મોક્ષાર્થે ભગવાન નારાયણને શરણે જઈને પૂજા, પાઠ, અનુષ્ઠાન દ્વારા દયાળુ અને કરુણામય એવા પ્રભુને શુભકામનાઓ સાથે સૌ પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.