(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
હળવદ: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા તાલુકાના દર્દીઓને આરોગ્યક્ષેત્રે દવાઓના ખર્ચમાં રાહત મળે એવા હેતુથી રોટરી સેવા ટ્રસ્ટ હળવદ સંચાલિત રોટરી મેડિકલ સ્ટોર HDFC બેન્ક સામે, રાજેશ કોલ્ડરિંકસની બાજુમાં, બસ સ્ટેશન રોડ ખાતે મેડિકલ સ્ટોરનો કાયમી શરૂ કરવામાં આવ્યો છે.
રોટરી ક્લબ હળવદ દ્વારા અનેકવિધ ક્ષેત્રોના નાના, મોટા અને કાયમી છસોથી વધુ સેવાકિય પ્રોજેક્ટો સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. શહેર અને તાલુકામાં છેલ્લા છ વર્ષથી લોકોની, ગામની અગવડતા દૂર કરવામાં તથા સગવડતા વધારવા સતત રોટરી કાર્યશીલ રહેલ છે. ગરીબો તેમજ જરૂરતમંદોની પડખે ઉભી રહીને કાયમી હિંમત અને હૂંફ આપતી રહી છે.
આકસ્મિક જરૂર કે કોઈપણ જાતની મદદ કે ટેકા માટે તુરંતજ હરકતમાં આવી છે. તેમજ યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે. નિરંતર અને અવિરત કાર્ય નિષવાર્થપણે કરીને મદદરૂપ થવાની ભાવના કાયમી રાખી છે. સતત નવું અને અનોખું આયોજન અને ચિંતન દ્વારા સેવાનો પર્યાય બનતી રહી છે.

રોટરી દ્વારા વધુ એક સેવા “રોટરી મેડિકલ સ્ટોર” લોકો માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે. જ્યાં દર્દીઓને જરૂરી દવાઓ વ્યાજબી ભાવે મળશે અને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. આ સ્ટોરની કમાણીની બધીજ રકમ અને આવકનો ઉપયોગ સેવાકિય પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે તેમજ વાપરવામાં આવશે.
જેથી હળવદની જનતાને અપીલ કરવામાં આવે છે કે, આપને જરૂર પડતી દવાઓ રોટરીમાંથી લેવાનો આગ્રહ રાખી સાથ, સહકાર આપશો. અને સાથે જ સેવાના આ યજ્ઞમાં યોગદાન થકી સેવાનાં સાથી અને સહયોગી બને. આ સ્ટોર બનાવવામાં જરૂરી બધીજ વસ્તુઓ તેમજ માલ ભરવા માટે વગર વ્યાજની લૉન,
ફર્નિચર, કાંચના ઘોડા, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સોફ્ટવેર, ફ્રીઝ, કેમેરા, બોર્ડ, લાદી, કલર, વાયરિંગ વગેરેમાં થયેલ ખર્ચનું અનુદાન વિવિધ દાતાના સહકારથી કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો.99133 19919 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.






