Saturday, May 3, 2025

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા કુત્રિમ અંગ નિ:શુલ્ક બનાવી અપાશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)

હળવદ તાલુકાના કોઈપણ ગામની અપરણિત દીકરી કે જેને નાક, કાન, સ્તન,હાથ કે પગની આંગળીઓ કે પંજો કપાયેલો હોય તેમને દેખાવમાં ઓરીજનલ લાગે તેવું કુત્રિમ અંગ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક બનાવડાવી આપવામાં આવશે.

જન્મજાત કે અકસ્માતને હિસાબે ગુમાવેલ અંગને કારણે રોજિંદા જીવનમાં અને કામકાજમાં તો અગવડ પડે પરંતુ દીકરીઓને સગપણ વખતે આવી બાબતો ઘણીવાર નડતી હોય છે. ખોટ ખાંપણ ને હિસાબે જાહેરમાં કે લોકો વચ્ચે આવવામાં શરમ, સંકોચ કે લઘુતાગ્રંથિની પીડા પણ રહેતી હોય છે.

ઉપરોકત ફોટામાં બતાવ્યા પ્રમાણેના કુત્રિમ અંગ જો ફિટ થઈ જાય તો ઘણા પ્રશ્નોનું સારું એવું સમાધાન મળી શકે એવા હેતુથી રોટરી દ્વારા આ અંગો બહુ મોંઘા બને છે તેમ છતાંય દીકરીઓ માટે આ પ્રોજેક્ટની ગોઠવણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હળવદ શહેર અનેં તાલુકા પુરતોજ સીમિત રાખવામાં આવેલ છે. આપને ધ્યાને આવું કોઈ હોય તો રોટરી કલબ ઓફ હળવદ પ્રેસીડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા મો. 94291 11111, તથા નરભેરામભાઈ અઘારા મો.94269 22055 સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW