જન્મદિવસ એટલે જીવનનું એક વર્ષ ઓછું થવું. હાલમાં કોરોના ના કાળમાં સમગ્ર વિશ્વ સ્વાસ્થ્યના અનેક પ્રશ્નો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ અને યજ્ઞ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ઘી, ગૂગળ, કપૂર જેવી જડીબુટ્ટી થી નિયમિત યજ્ઞ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જેને ધ્યાનમાં રાખી પતંજલિ યોગ સમિતિ, મોરબી ના યુવા પ્રભારી અને રેવન્યુ વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ રાજપરાએ આજે ૧૦મી જાન્યુઆરીએ તેમના જન્મદિવસ નિમિત્તે લીલાપર(કેનાલ) રોડ ઉપર ના રામકો બંગલોમાં આવેલ વૈદિક યજ્ઞ શાળામાં કે જ્યાં નિયમિત યજ્ઞ કરવામાં આવે છે. ત્યાં યજ્ઞ કરી દરેક જગ્યાએ નિયમિત યજ્ઞ થાય તે માટે વૈદિક યજ્ઞ સમિતિ ને ધનરાશિ અર્પણ કરી પ્રેરણાદાયી જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે આ તકે આહવાન કર્યું હતું કે આગામી ૧૨મી જાન્યુઆરીએ ભારત વર્ષના એવા મહાપુરુષ નો જન્મદિવસ છે કે જેમણે વર્ષો પહેલા વિદેશની ધરતી પણ ધર્મસભા સંબોધી ભારત દેશની મહાનતાનો સંદેશો સમગ્ર વિશ્વને આપ્યો હતો. એવા સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ જેને ” યુવા દિન ” તરીકે ઉજવવામાં આવે છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઇ સમાજ અને રાષ્ટ્ર માટે કંઇ કરી છુટવા હર હંમેશ તૈયાર રહીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ તકે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ વતી, નરશીભાઈ અંદરપા(યોગ ગુરૂ) રામજીભાઈ બાવરવા, જેન્તીભાઈ ચારોલા, મનસુખ કોટડીયા, ધીરજલાલ હાંસલીયા, અરવિંદભાઈ વામજા, જીતુભાઈ રૂપાલા, અંબાલાલ કુંડારિયા, નલીનભાઈ છનિયારા, ભીમજીભાઇ અઘારા, પ્રેમજીભાઈ અઘારા, ભુદરભાઈ સવસાણી, અરવિંદભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ દોશી, અનુભાઈ, અનસુયાબેન ફેફર, દુર્ગાબેન લીખીયા, શારદાબેન કુંડારિયા (રામકો વાળા), શાંતાબેન અંદરપા, મુક્તાબેન અંદરપા, લાભુબેન અમૃતિયા, પીનલબેન ચારોલા એ તેમને લાંબુ અને નિરોગી આયુષ્યની અને રાષ્ટ્રના ઉત્થાન માટે કાર્યકર્તા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી.

