Monday, March 16, 2026

રૂપિયાની લેતીદેતી બાબતે બોલાચાલી થતાં બે શખ્સોએ કારમાં તોડફોડ કરી ટ્રાન્સપોટરને જાનથી મારી નાંખવાની ધમકી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કંડલા બાયપાસ તુલસીપાર્ક જી.ઈ.બી. પાસે રૂપીયાની લેતીદેતી બાબતે કારમાં તોડફોડ કરી ટ્રાન્સપોટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર એસ્સાર પંપ પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા પ્રકાશભાઇ ખેંગારભાઇ ગોલતર (ઉ.વ.૨૮) એ આરોપીઓ ભરતભાઇ આંબાલીયા (રહે.હાલ મોરબી મુળરહે.ખજુરીયા તા.જામ ખંભાળીયા) અને નવઘણ મોહનભાઇ બાંભવા (રહે.મોરબી આંનદનગર) સામે ફરિયાદ નોંધાવી છે કે, તા-૨ ના રોજ મોરબી કંડલા બાયપાસ, તુલશી પાર્ક, જી.ઇ.બી. પાસે ફરીયાદીએ સાહેદ મેઘરાજભાઇ શરશીયા તથા આરોપીને કોઇ રૂપીયાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોય, તેનુ સમાધાન ફરીયાદીએ કરાવેલ હોય, જેનુ મનદુઃખ રાખી ફરીયાદીને આરોપીએ ગાળો આપી ફરીયાદીની સ્વીફટ કારમા તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW